મુંબઈઃ રાજ્યના વિવિધ ભાગોથી 17 બાળકોને રોહિત આર્યા નામની વ્યક્તિએ વેબ સિરીઝના શૂટિંગ માટે પવઈના RA સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. ઓડિશનના સાતમા દિવસે રોહિત દ્વારા બાળકોને બંધક બનાવાયા. જો કે બાથરૂમની બારીથી અંદર પ્રવેશેલી પોલીસ સાથેના ઘર્ષણ દરમિયાન આરોપી રોહિત આર્યા ઠાર મરાયો હતો.

