અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલને પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ ભીનાં પગથિયાં પરથી લપસ્યો હતો, જેના કારણે તેઓ રીતસર ગબડી પડ્યા હતા. જો કે સુરક્ષા કર્મચારીઓએ દોડીને તેમને સંભાળ્યા હતા. સદનસીબે મુખ્યમંત્રીને કોઈ ઈજા થઈ નહોતી. એક તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શાનદાર પરેડ સાથે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં નારણપુરા ખાતે પણ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

