યુકેના દાતા દ્વારા 111 દર્દીના મોતિયાનાં ઓપરેશન કરાયાં

Wednesday 05th November 2025 05:16 EST
 
 

ભુજઃ લાયન્સ હોસ્પિટલની વિસ્તરતી સેવાઓને જોઈને યુકેના એક દાતાના સહકારથી પંચદિવસીય 220મો મફત નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 111 દર્દીઓનાં મોતિયાનાં સફળ ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે વ્યોમા મહેતા સાથે વિપુલ જેઠી, શૈલેશ માણેક ઉપસ્થિત રહ્યાં હતાં. દાતાના દાન-સહકાર બદલ ડાયાલિસીસ દર્દીના સંબંધીઓએ આભાર માન્યો હતો. જિલ્લાના કોઈપણ ગામમાં ફ્રી આંખ નિદાન કેમ્પનું આયોજન કરવું હોય તો લાયન્સ હોસ્પિટલનો સંપર્ક કરી શકાય છે તેવું યાદીમાં જણાવાયું હતું.


comments powered by Disqus