સુરતઃ શાળાઓની મુલાકાત દરમિયાન સરદાર પટેલ અંગે વિદ્યાર્થીઓમાં અજ્ઞાનતા જણાતાં લાગ્યું કે, આવનારી પેઢીને સરદાર પટેલ કોણ છે તે ખબર જ નથી. સરદારની વિચારધારા ઘરેઘરે પહોંચે તેવો પ્રયાસ કરવા સરદાર પટેલની 147મી જન્મતિથિએ 147 ગામોમાં સરદાર સાહેબની પ્રતિમા મૂકવા સંકલ્પ કરનારા ગોપાલ વસતાપરા (ચમારડી)એ જણાવ્યું કે, ત્યારપછી બીજા વર્ષે વલ્લભ નામની 148 વ્યક્તિનું સન્માન કરાયું, આમ સરદારના વિચારોનો પ્રચાર થાય તેવા અન્ય કાર્યક્રમો પણ યોજ્યા હતા.
જે ગામોમાં પ્રતિમા મૂકવામાં આવી છે. તેનો સારા પ્રતિસાદ મળતાં 5000 પ્રતિમા મૂકવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાનના ઘણાં શહેર અને ગામોમાં પ્રતિમા મૂકે છે. મારું વતન અમરેલી જિલ્લો હોવાથી અમારા જિલ્લાનાં 600 ગામમાં પ્રતિમા મૂકી છે. સુરતમાં પણ અનેક સોસાયટી અને સ્કૂલોમાં પ્રતિમા મૂકી છે, હવે અન્ય રાજ્યોમાં પણ સરદારની પ્રતિમાની માગ વધી છે.
એફઆરપી મટિરિયલથી પ્રતિમા બને છે
વિવિધ સ્થળઓએ સ્થાપિત કરવા માટે પ્રતિમાઓને એફઆરપી નામના મટિરિયલથી રૂ. 47 હજારના ખર્ચે તૈયાર કરાય છે. પ્રતિમાની ઊંચાઈ 8 ફૂટ અને તેનું વજન 100 કિલો હોયે છે. પ્રતિમા શાળા-કોલેજમાં નિઃશુલ્ક માં મુકાય છે, જ્યારે ગામડાંના લોકો 50 ટકા ખર્ચ
ઉઠાવે છે.

