ંઅંબાજીઃ મા અંબાના સ્થાનક ગબ્બર ખાતે અમદાવાદના એક શ્રદ્ધાળુ દ્વારા રૂ. 46 લાખની 40 કિલો ચાંદીની વિવિધ સામગ્રી ભેટસ્વરૂપે અર્પણ કરાઈ, જેમાં ગબ્બર માતાજી મંદિરે ચાંદીની જાળી, ભૈરવજી મંદિર માટે ચાંદીના દરવાજા, પ્રસાદ માટે ચાંદીનો બાઉલ, બાજોઠ, છત્ર, પાવડી સહિત દરવાજા પર પણ ચાંદીનું નકશીકામ કરી અપાયું હતું. ટ્રસ્ટે આ ભેટને સ્વીકાર કરી ફિટિંગ શરૂ કરાવ્યું હતું.