ગીરના જંગલમાં એકાદ મહિના પહેલાં સિંહ વીરુનું અને એક મહિના બાદ જ સિંહ જયનું અવસાન થયું છે. આ સાથે ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ ઇનફાઇટમાં ઘાયલ જય-વીરુની જોડી ઇજાથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેમને ઇચ્છિત પરિણામ મળ્યું નહોતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી.