સુરતઃ 98 દિવસ પહેલાં સુરતના પતિ શૈલેશ કળથિયાને ગોળી મારનારા આતંકી હમ્ઝાને શીતલબહેને ઓળખી બતાવ્યો છે. સુરતના શૈલેશ કળથિયાનો ધર્મ પૂછી હત્યા કરનારા હમ્ઝા ઉર્ફ ફૈઝલ અફઘાન માર્યા ગયેલા 3 આતંકી પૈકી એક હતો. સેનાએ પહલગામથી 42 કિ.મી. દૂર રિઝર્વ ફોરેસ્ટમાં પહલગામ હુમલામાં સામેલ 3 આતંકીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
કાશ્મીરમાં પોતાનો 44મો જન્મદિવસ ઊજવવાના એક દિવસ પહેલાં સુરતના શૈલેશ કળથિયા પહલગામમાં આતંકીઓની ગોળીઓનો શિકાર બન્યા હતા, જેના કારણે તેમનો પરિવાર ભાંગી પડ્યો હતો. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ કળથિયાનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી. બેન્કમાં કામ કરતા શૈલેશ તેની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે રજાઓ ગાળવા કાશ્મીર ગયા હતા. તેઓ એક વર્ષથી મુંબઈની બેન્કમાં વીમા વિભાગમાં પોસ્ટેડ હતા. હવે 28 એપ્રિલે એક એન્કાઉન્ટરમાં સેનાએ આ હુમલામાં સંડોવાયેલા ત્રણેય આતંકીનાં ઢીમ ઢાળી દીધાં છે.