ભવનાથ મંદિર તંત્ર હસ્તક: વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી

Wednesday 06th August 2025 05:23 EDT
 
 

જૂનાગઢઃ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરે દરવર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ નિમિત્તે આવે છે. હાલમાં ભવનાથ મંદિરના નવા મહંત માટે મહત્ત્વની નિમણૂક કરવાની હતી, ત્યારે ફરી વહીવટદારને મંદિરનો વહીવટ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિરના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં હરિગિરિ મહારાજ દ્વારા અત્યાર સુધી ભવનાથ મંદિરના મહંત તરીકે હતા.
ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગિરિએ જણાવ્યું હતું કે, કલેક્ટરના આ નિર્ણયનું પણ હું સન્માન કરું છું. આ આદેશને હું ભગવાન ભવનાથ અને મા અંબાજી તેમજ ભગવાન દત્તાત્રેયનો આદેશ માનું છું.


comments powered by Disqus