મુંબઈઃ સપ્ટેમ્બર 2008માં માલેગાંવમાં થયેલા વિસ્ફોટનાં કેસનો ગુરુવારે મુંબઈમાં NIAની સ્પેશિયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો. જેમાં નક્કર પુરાવાના અભાવે ભાજપનાં પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર તેમજ લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ 7 આરોપીને નિર્દોષ છોડી મુકાયા.
આ વિસ્ફોટમાં 6 લોકોનાં મોત થયાં હતાં અને 101 લોકોને ઈજા થઈ હતી. રાષ્ટ્રીય તપાસ સંસ્થા (NIA) દ્વારા કેસની તપાસ કરવામાં આવ્યા પછી સ્પેશિયલ જજ એ.કે. લાહોટીએ તપાસમાં કેટલીક ખામી હોવાની ટિપ્પણી કરી હતી. પુરાવાના અભાવે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વિસ્ફોટના તમામ 6 પીડિતોનાં પરિવારને રૂ. 2-2 લાખ અને ઇજાગસ્તોને રૂ. 50 હજારનું વળતર આપવા કોર્ટે આદેશ આપ્યો હતો.
ાલેગાંવમાં સાઇકલ પર રખાયેલા વિસ્ફોટકમાં બ્લાસ્ટ થતાં 6 લોકોનાં મોત થયાં હતાં અને 101થી વધુને ઈજા થઈ હતી. આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય, અજય રાહિકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી, સમીર કુલકર્ણીને આરોપી બનાવ્યા હતા.
નિર્દોષ મુક્ત થયા બાદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, મને પ્રધાનમંત્રી મોદી અને ભાજપના મોટા નેતાનાં નામ લેવા ટોર્ચર કરાઈ હતી.