વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત કરી હતી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ બિહારમાં ચૂંટણીપંચની SIR કવાયત મુદ્દે સંસદમાં વિપક્ષના ગતિરોધ વચ્ચે મુલાકાત થઈ હોવાના કારણે રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થયો હતો.