કચ્છની ઓળખ એવાં રૂપકડાં સુરખાબ પક્ષીઓનો સમૂહ પૂર્વ કચ્છના વાગડના સરહદી મૌવાણા રણમાં જોવા મળી રહ્યો છે. લોકપ્રિય રાજવી લાખા ફુલાણીના નામ સાથે જોડીને ફ્લેમિંગોને 'રા લાખેજા જાની' પણ કહેવાય છે. એશિયામાં સુરખાબના પ્રજનનનું સૌથી મોટું સ્થળ હંજબેટ છે. અહીં રસ્તામાં સુરખાબને જોતાં લોકો મંત્રમુગ્ધ બને છે.