નવી દિલ્હીઃ સોમવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સૈન્ય પર કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે સલાહ આપતાં કહ્યું કે, 'એક સાચો ભારતીય આવું નિવેદન ન આપી શકે.’ જો કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં લખનઉ કોર્ટમાં તેમની સામે શરૂ થયેલી કાર્યવાહી પર રોક લગાવી હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને એજી મસીહની બેન્ચે ઉત્તરપ્રદેશ સરકાર અને ફરિયાદી પાસેથી 3 સપ્તાહમાં જવાબ માગ્યો છે.
29 મેના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે રાહુલની અરજી ફગાવી દીધી હતી. રાહુલે નીચલી અદાલત દ્વારા ઇશ્યૂ થયેલા સમન્સને પડકાર્યો છે. ફરિયાદી ઉદય શંકરે કહ્યું હતું કે, ડિસેમ્બર 2022માં ભારત જોડો યાત્રામાં રાહુલે ચીનને લઈ ભારતીય સેના પર ટિપ્પણી કરી હતી.