શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પીળાં પુષ્પોથી અલંકૃત કરાયા હતા. મંદિરના ગર્ભગૃહમાં પીળાં પુષ્પોની સજાવટથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને પ્રકાશમય બની ગયું હતું. પીળાં પુષ્પોનો ઉપયોગ કરવા પાછળનું આધ્યાત્મિક કારણ છે. પીળો રંગ પ્રકાશનું પ્રતીક મનાય છે. આ રંગ સૂર્ય, જ્ઞાન, વિવેક અને આધ્યાત્મિક ઉન્નતિનો સૂચક છે. શિવભક્તિ અંધકારનો અંત લાવે છે અને પીળો રંગ દિવ્ય પ્રકાશનું સંકેત છે, જે ભક્તોને જ્ઞાન તરફ લઈ જાય છે.