અનંતનાગમાં આતંકી હુમલોઃ પોલીસ જવાન શહીદ

Wednesday 29th July 2026 04:04 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી પ્રથમ આતંકી હુમલો થયો છે. બુધવારે અનંતનાગના લાલચોકના હુમલામાં અમરનાથ યાત્રાની સુરક્ષામાં તહેનાત હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી શહીદ થયા છે. બપોરે 12:30 વાગ્યે એક આતંકીએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘાયલ આશિક હુસૈનને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ કોન્સ્ટેબલની હત્યા બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાં કાર્યવાહી શરૂ કરાઈ, જેમાં 250 ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની અટકાયત કરવામાં આવી છે.


comments powered by Disqus