પાણીના નિકાલમાં કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવાશે નહીં : CM

Wednesday 29th July 2026 04:05 EDT
 
 

અમદાવાદઃ સ્માર્ટસિટી અમદાવાદમાં પડેલા વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈ રાજ્યના મુખ્યમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીને લઈ લાલઘૂમ જોવા મળ્યા હતા. બોપલમાં 36 કલાકથી વધુ સમય પસાર થવા છતાં વરસાદી પાણીનો નિકાલ કોર્પોરેશનના અધિકારીઓ કરાવવામાં નિષ્ફળ જતાં તેમને મુખ્યમંત્રીના રોષનો સામનો કરવો પડ્યો હતો. ‘વરસાદી પાણીના નિકાલને લઈ બેદરકારી ન દાખવશો' એમ કહી ઉધડો લેતાં અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. અમદાવાદમાં સતત વરસતા વરસાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે વરસાદી પાણીથી ઘેરાયેલા બોપલમાં નિરીક્ષણ કરવા સામાન્ય નાગરિકની જેમ પહોંચ્યા હતા.


comments powered by Disqus