વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભારતના સ્પેસ સેક્ટરમાં સૌપ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લોન્ચિંગ કરનારી કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સ્થાપકોને મળ્યા હતા. સ્કાયરૂટના સ્થાપક પવન ચંદાના તથા નાગા ભરત ડાકા સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બંને યુવા સાહસિકો સાથે અંતરીક્ષ ક્ષેત્રે ભારતની ભાવિ યોજના અંગે રસપ્રદ ચર્ચા થઈ હતી. બંને યુવાનોની ઊર્જા, મહત્ત્વાકાંક્ષા તથા સકારાત્મક અભિગમ દેશના ખાનગી અંતરીક્ષ ક્ષેત્રના વાઇબ્રન્ટ જુસ્સાને દર્શાવે છે.

