અમદાવાદઃ હાઇકમાન્ડની લીલીઝંડી મળ્યા બાદ આખરે કમુરતાંમાં પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરાયું છે. 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી, 10 મંત્રી અને એક કોષાધ્યક્ષ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની નવી ટીમનું એલાન કરાયું છે.
ભાજપના પ્રદેશ માળખામાં તમામ જિલ્લાને પ્રતિનિધિત્વ અપાયું છે, સાથેસાથે સામાજિક અને જ્ઞાતિગત સમીકરણોના આધારે તેમને સ્થાન અપાયું છે. સાંસદ રમેશ ધડુક, રાજેશ ચૂડાસમા ઉપરાંત ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ગણપત વસાવાનો પણ સંગઠનમાં સમાવેશ કરાયો છે. ઉપરાંત પંચમહાલના જયદ્રથસિંહ પરમાર, અમદાવાદના ભરત પંડ્યા, જૂનાગઢના રાજેશ ચૂડાસમા, મહેસાણાના નટુજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે.

