ભારતીય નૌકાદળના સ્વદેશી નિર્મિત પરંપરાગત સઢવાળા જહાજ ‘INSV કૌંડિન્યા’ પોરબંદરથી ઓમાનની પ્રથમ વિદેશયાત્રાએ રવાના થયું છે. ઓમાન સુધી પહોંચવા 750 નોટિકલ માઇલ્સ કાપતાં તેને 15થી 20 દિવસ લાગશે. જહાજના ક્રૂમાં 4 અધિકારીઓ અને 13 નૌકાદળના ખલાસી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવાનો અને હિન્દ મહાસાગર ક્ષેત્રના સભ્યતાગત સંબંધોને ઊજવવાનો છે. કૌંડિન્યાનું નિર્માણ અજંતા ગુફાનાં ચિત્રો પર આધારિત 2 હજાર વર્ષ જૂની ટેક્નોલોજીથી કરાયું છે.

