આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની તબિયત નાદુરસ્ત

Wednesday 31st December 2025 04:48 EST
 
 

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ હાલ ફરજ બજાવી શકતા નથી. તબીબી સલાહ અનુસાર તેઓ સારવાર હેઠળ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગની રોજિંદી કામગીરી, મહત્ત્વના નિર્ણય અને ચાલી રહેલી યોજના પર કોઈ અસર ન પડે તે માટે આ પ્રકારે વ્યવસ્થા ઊભી કરાઈ છે. 


comments powered by Disqus