શ્રીહરિકોટાઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ તેના એલએમવી-3 એમ5 રોકેટની મદદથી સંદેશાવ્યવહાર માટે ઉપયોગી સૌથી વજનદાર 4410 કિલોના ઉપગ્રહનું સફળ લોન્ચિંગ કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. ઈસરોએ રવિવારે શ્રીહરિકોટાથી રોકેટ મારફતે ઉપગ્રહ CMS-03ને જિયોસન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કર્યો હતો. રોકેટ લોન્ચ થયાની 16-20 મિનિટ બાદ 180 કિલોમીટર ઊંચાઈએ પહોંચતાં સેટેલાઇટને સ્થાપિત કરાયું હતું. સીએમએસ-03ના સફળ પ્રક્ષેપણથી ભારતીય નૌકાદળનું સંચાર તથા સમુદ્રી સુરક્ષા નેટવર્ક વધુ સશક્ત બનશે.

