કડીનું તરસનિયા ગામ આખેઆખું વેચાઈ ગયું

Wednesday 31st December 2025 04:48 EST
 
 

કડીઃ તાલુકાના વડાવીના તરસનિયા પરાની જમીનમાં સને 1976માં ગણોતિયા તરીકે ઠાકોર પોપટજી માનાજી હતા. તેમના વારસદાર ઠાકોર રમણજી પ્રહલાદજી સહિતે એક વીઘો જમીન 10 વર્ષ અગાઉ વેચાણ કરી હતી. જ્યારે બાકીની ચાર વીઘા જમીનમાં તરસનિયા પ્રાથમિક શાળા, આંગણવાડી, મંદિર અને ગામલોકોનાં મકાનો આવેલાં છે. જે તમામ સરવે નંબર 333વાળી પાંચ વીઘા જમીન હાલના ખેડૂતોએ અમદાવાદના બિલ્ડરને બારોબાર વેચી દેતાં ગામલોકો રોડ પર આવી ગયા છે. કડીની સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ અમદાવાદના બિલ્ડર સાથે મેળાપીપણું કરી દસ્તાવેજમાં સાક્ષીઓ અને ફોટોગ્રાફ અન્ય જમીનના મૂકીને વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ થયો છે.


comments powered by Disqus