ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલો પ્રખ્યાત અહેમદપુર માંડવી બીચ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ અહીં અરબી સમુદ્રમાં ‘હમ્પબેક’ પ્રજાતિની ડોલ્ફિન માછલીનું આગમન થયું છે. આ બીચ ‘ડોલ્ફિન બીચ’ અને ‘ફેમિલી બીચ’ તરીકે પણ લોકપ્રિય છે. દરિયાકિનારે હાલ મોટી સંખ્યામાં ‘હમ્પબેક’ ડોલ્ફિન જોવા મળી રહી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાતના 1600 કિ.મી.માં ફેલાયેલા દરિયામાં ડોલ્ફિન પ્રજનન અને બચ્ચાંના ઉછેર માટે આવે છે.

