જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપીનું જ મર્ડર

Wednesday 31st December 2025 05:48 EST
 
 

ભુજઃ ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકેસનો આરોપી વિશાલ કાંબલે પુણેની જેલમાં હતો. જ્યાં કેદીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં શાર્પશૂટર વિશાલ કાંબલેની ઘાતકી હત્યા કરી દેવાઈ. જયંતી ભાનુશાળી કેસમાં કોર્ટે સુરજિત ભાઉ, નિખિલ થોરાત અને રાજુ ધોત્રેને ભચાઉ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. તો આરોપી છબીલ પટેલ અને જયંતી ઠક્કર સામે ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરાશે. ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળીની મુંબઈ જતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.


comments powered by Disqus