જયરાજસિંહ સાથે સમાધાનના પૈસા નથી લીધાઃ રાજુ સોલંકી

Wednesday 31st December 2025 04:47 EST
 
 

જૂનાગઢઃ દલિત આગેવાન રાજુ સોલંકીએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કરી લીધું છે. આ સમાધાન સમયે રાજુએ સ્પષ્ટતા કરી હતી કે, મેં આ માટે જયરાજસિંહ પાસેથી પૈસા નથી લીધા. અગાઉ જૂનાગઢમાં રાજુના પુત્રનું અપહરણ કરી જાહેરમાં જયરાજસિંહના પુત્ર ગણેશે માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે આ ઘટના બાદ અચાનક બુધવારે રાજુએ જયરાજસિંહ સાથે સમાધાન થયું હોવાની જાહેરાત કરી હતી. જયરાજસિહના બંગલે રાજુએ કહ્યું કે, હું અને મારો સમાજ ગુમરાહ બન્યા હતા. પણ  હવે સત્ય સામે આવ્યું છે, ત્યારે મેં સમાધાન કર્યું છે.


comments powered by Disqus