જેઠા ભરવાડનું વિધાનસભા ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું

Wednesday 31st December 2025 04:48 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેઠાભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈ ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરની ઉપસ્થિતિમાં રાજીનામું સોંપ્યું હતું, જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે.
જેઠાભાઈ ભરવાડે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીની વ્યસ્તતાને કારણે આ પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus