મહેસાણાઃ ઊંઝા તાલુકાના લીંડી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી કાજલબહેન પટેલની પોતાના પતિની પ્રેમિકાની હત્યા માટે સોપારી આપવાના ગુનામાં રાજસ્થાનના ઝુઝુનુ પોલીસ દ્વારા ધરપકડ કરાતાં ચકચાર મચી છે. પોલીસે સોપારી લેનારા 6 શખ્સને ઝડપી લેતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આમ પતિની પ્રેમિકાની હત્યાનાં સોગઠાં ગોઠવનારી પ્રિન્સિપાલની રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરાતાં શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે. કાજલબહેનનાં પતિ હાર્દિકને અન્ય યુવતી સાથે સંબંધ હતા, જે અંગે કાજલબહેનને જાણ થતાં ઝઘડો થયો હતો. જે અંગે કાજલે તેના મિત્રની મદદથી રૂ. 15 લાખમાં હત્યાની સોપારી આપી હતી.

