રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન વાવ-થરાદમાં ઊજવાશે

Wednesday 31st December 2025 04:47 EST
 
 

વાવઃ ઉત્તર ગુજરાતના નવા બનેલા વાવ-થરાદ જિલ્લા ખાતે આગામી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે. જેમાં એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય કાર્યક્રમની ઉજવણી થશે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરવા થરાદ કલેક્ટર કચેરી ખાતે વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને માળખાકીય વિકાસકાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું, વિકાસ કાર્યોમાં ઝડપ લાવવા તથા વાવ-થરાદ જિલ્લો સર્વશ્રેષ્ઠ બને તે દિશામાં કામ ચાલી રહ્યું છે.


comments powered by Disqus