રાજકોટઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા દેશભરના એરપોર્ટ્સ પર સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા AVSAR (Airport as Venue for Skilled Artisans of the Region) યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત એક એરપોર્ટ - એક ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેથી જ રાજકોટ સહિત રાજ્યનાં 10 એરપોર્ટ પર અલગ-અલગ હસ્તકલાના સ્ટોલ ઊભા કરાશે. જેના ભાગરૂપે રાજકોટ હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજકોટ પટોળા હવાઈ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર દીર્ગત બોરાહે જણાવ્યું હતું કે, AAI દ્વારા આયોજિત AVSAR યોજનાના ભાગરૂપે રાજકોટ એરપોર્ટ ખાતે 'એક એરપોર્ટ-એક ઉત્પાદન' પર ભાર મૂકવામાં આવ્યો છે.

