સ્ટેચ્યૂ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું નિધન

Wednesday 31st December 2025 05:56 EST
 
 

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સંસદભવની ગાંધીપ્રતિમાના મૂર્તિકાર રામ સુતારનું 17 ડિસેમ્બરે બુધવારે મોડી રાત્રે નોએડાસ્થિત તેમના નિવાસસ્થાને 100 વર્ષની વયે નિધન થયું.
પદ્મભૂષણથી સન્માનિત મૂર્તિકાર રામ સુતારને નાનપણથી જ તેમને મૂર્તિકલામાં વિશેષ રસ હતો. મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારા રામ સુતારના નામે અનેક ઉપલબ્ધિઓ છે. જેમાં ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પણ પ્રમુખ છે.


comments powered by Disqus