77 વર્ષે સોમનાથનો ઐતિહાસિક લોગો બદલાયો

Wednesday 01st April 2026 06:14 EDT
 
 

સોમનાથઃ સૌરાષ્ટ્રમાં આવેલું પવિત્ર સોમનાથ મંદિર હવે એક નવી ઓળખ સાથે આગળ વધવા જઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનો લોગો 77 વર્ષ પછી બદલવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર મંદિર ટ્રસ્ટના નવા લોગોમાં ખાસ કરીને ત્રિશૂળનું પ્રતીક દર્શાવાયું છે, જે ભગવાન શિવ સાથે જોડાયેલી શક્તિ અને આસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉના લોગોમાં મંદિરના સ્તંભની ડિઝાઇન હતી, જ્યારે હવે આધ્યાત્મિકતા અને શક્તિનો વધુ સ્પષ્ટ સંદેશ આપતું ત્રિશૂળ મુખ્ય ભાગ બન્યો છે.


comments powered by Disqus