અમદાવાદઃ રાજકોટ આવેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી રામમોહન નાયડુએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે કહ્યું હતું કે, એર ઇન્ડિયાના પ્લેનક્રેશનો તપાસ અહેવાલ ટૂંક સમયમાં જાહેર કરાશે. મંત્રી નાયડુએ રાજકોટ એરપોર્ટ પરથી દેશભરનાં 57 એરપોર્ટ માટે વિવિધ જનસુવિધાનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું.

