અમદાવાદઃ એર ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 29 માર્ચથી તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરી છે. આ પરિવર્તન બાદ એર ઇન્ડિયાની અમદાવાદથી આવન-જાવન કરતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ તમામ ફ્લાઇટ્સ ટર્મિનલ-2 પરથી જ સંચાલિત થશે. સ્થાનાંતરણ હેઠળ એર ઇન્ડિયાની કુલ 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઇટની કામગીરી આવરી લેવામાં આવી છે.

