અમદાવાદઃ આતંકી ષડયંત્ર કેસમાં ગુજરાત ATSએ ત્રણ માસ પહેલાં નવસારીમાં દરજીકામ કરતા અને મૂળ યુપીના રહેવાસી ફૈઝાન શેખની ધરપકડ કરી હતી. હવે આ કેસની તપાસ કેન્દ્ર સરકારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. NIA દ્વારા ગુજરાત ATS પાસેથી કેસના દસ્તાવેજો મેળવીને નવેસરથી ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. આ આતંકી ષડયંત્ર દેશભરમાં ફેલાયેલું હોવાથી કેન્દ્ર સરકારે કેસની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ એનઆઇએને સોંપી હોવાનું જાણવા મળે છે.
