શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વસમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્ત્વ છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ઊમટેલા ભક્તોએ માતાજીનાં પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રાત્રે 12 વાગ્યે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવખંડ પલ્લીનો ભોગ ધરાવાયો હતો.

