મહેસાણાને હાઇટેક સિટી બનાવવા માસ્ટર પ્લાન જાહેર

Wednesday 01st April 2026 07:03 EDT
 

મહેસાણાઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના 116.77 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેતો ડેવલપમેન્ટ પ્લાન-2045 પ્રસિદ્ધ કરાયો છે. આગામી 20 વર્ષના આયોજન સાથેના આ પ્લાનમાં શહેરને મેટ્રોસિટી જેવી સુવિધા આપવા ભાર મુકાયો છે. રાજ્યની 9 નવી મનપામાં મહેસાણા પ્લાન જાહેર કરનારું સૌપ્રથમ શહેર બન્યું છે. મહેસાણાની કાયાકલ્પ આ વિકાસ નકશા મુજબ વાસ્તવિક અમલીકરણ થતાં શક્ય બનશે. જો કે હાલ આ મુસદ્દો જાહેર કરાયો છે, જેમાં બે મહિનામાં વાંધાસૂચનોના અંતે આખરી ઓપ અપાશે.


comments powered by Disqus