મોદી મે-જૂનમાં નોર્વે, ઈટાલી અને ફ્રાન્સના પ્રવાસે જશે

Wednesday 01st April 2026 07:03 EDT
 
 

નવી દિલ્હીઃ ઇરાનમાં યુદ્ધને કારણે મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આની અસર વિશ્વના ઘણા અન્ય દેશો પર પડી રહી છે. આ દેશો ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિત ઊર્જાસંકટનો સામનો કરી રહ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારના સમાપન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉનાળામાં યુરોપિયન ખંડની બે મુલાકાતોનું આયોજન કર્યું છે. પીએમ મોદી મે-જૂનમાં નોર્વે, ઇટાલી અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોની મુલાકાત લેશે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદી ભારત-નોર્ડિક સમિટ માટે ઓસ્લોની મુલાકાત લેવાના છે. નોર્વે પછી તેઓ મેના મધ્યમાં ઈટાલીની દ્વિપક્ષીય મુલાકાત લે તેવી અપેક્ષા છે. ફ્રાન્સે જાહેરાત કરી છે કે પીએમ મોદી જૂનના મધ્યમાં G-7 સમિટમાં ભાગ લેશે, જેમાં ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે.


comments powered by Disqus