નવસારીઃ ઇરાન-ઇઝરાયલના વણસી રહેલા તણાવની માઠી અસર હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પરિવારો પર થાય છે. રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના 77 માછીમારો હાલ ઇરાનમાં ફસાયા છે. યુદ્ધ જેવી સ્થિતિના કારણે દરિયામાં ફિશિંગ પ્રવૃત્તિ સંપૂર્ણપણે ઠપ થઈ જતાં આ માછીમાર પરિવારો આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયા છે. હિન્દુ માછીમાર સમાજના અગ્રણી બલવીરભાઈ ટંડેલે કહ્યું કે, માછીમારોને સુરક્ષિત પરત લાવવા માટેની વિનંતી કરાઈ છે.
