યુદ્ધ વચ્ચે વધુ એક જહાજ એલપીજી લઈ વાડીનાર પોર્ટ પહોંચ્યું

Wednesday 01st April 2026 06:16 EDT
 
 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પોર્ટ પર એલ.પી.જી. ગેસથી ભરેલું વિશાળ જહાજ જગ વસંત સુરક્ષિત રીતે પહોંચ્યું છે. આ જહાજ અંદાજે 16,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો લઈને આવ્યું છે. આટલી મોટા પ્રમાણમાં ગેસનો જથ્થો આવવાથી આગામી દિવસોમાં ઘરેલુ ગેસ (એલપીજી) સપ્લાયમાં સ્થિરતા જળવાઈ રહેશે અને અછતની શક્યતા નહિવત્ બનશે. અન્ય દેશો સાથેના તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને આ જહાજના આગમન સાથે જ પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ હતી.


comments powered by Disqus