સુરતઃ અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે ગંભીર તબીબી કટોકટી સર્જાઈ હતી. મુસાફરી દરમિયાન એક 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ જતાં વિમાનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે પાઇલટે સહેજ પણ સમય ગુમાવ્યા વિના ઓન-બોર્ડ મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની સતર્કતાથી સમયસર મળેલી તબીબી સહાયના કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો છે.
