APK ફાઈલથી મોબાઇલ હેક કરતી ગેંગ ઝડપાઈ

Wednesday 01st July 2026 05:34 EDT
 
 

અમદાવાદઃ સામાન્ય નાગરિકોના મોબાઇલ ફોન હેક કરી તેમના બેન્ક એકાઉન્ટથી મિનિટોમાં લાખો રૂપિયા સેરવી લેતી એપીકે (APK) ફાઇલ બનાવનારી અને તેનું દેશવ્યાપી નેટવર્ક ચલાવનારી આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મીઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ માત્ર ધોરણ-5 થી 10 સુધી ભણેલા હોવા છતાં યુટ્યૂબ અને ટેલિગ્રામના માધ્યમથી ડેટા હેકિંગ માટેની નકલી એપીકે ફાઇલો બનાવતા શીખ્યા હતા.


comments powered by Disqus