અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રાની ઉજવણીનો સોમવારથી પ્રારંભ થયો છે. સોમવારે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધૂમથી જળયાત્રા યોજાઈ. ધામધૂમથી સાબરમતી નદીમાંથી 108 પવિત્ર કળશમાં જળ લવાયું હતું. જેને મંદિરમાં પંચગવ્ય સાથે ભેળવી ભગવાનનો અભિષેક કરાયો હતો, જે બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવાયો હતો. વર્ષમાં એક જ ધારણ કરાવાતો ગજવેશ જોઈ ભક્તો ભાવવિભોર થયા હતા.

