કચ્છમાં નવા એસઈઝેડને મંજૂરી

Wednesday 01st July 2026 05:31 EDT
 
 

ગાંધીધામઃ 2001ના ઔદ્યોગિકરણ બાદ કચ્છ ઉદ્યોગક્ષેત્રે ગુજરાત નહીં દેશનું મહત્ત્વનું પ્રવેશદ્વાર બન્યું છે. એશિયાનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર ગાંધીધામમાં સ્થપાયું. તેના થકી ગાંધીધામ સંકુલમાં નિકાસ આધારિત ઉદ્યોગોનો ધમધમાટ શરૂઆતથી જ રહ્યો છે, ત્યારે એશિયાના સૌપ્રથમ સેઝનું બે તબક્કામાં વિસ્તરણ કરાયું છે, હવે ત્રીજા તબક્કા માટેની ગતિવિધિ આરંભાઈ  છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મુંદ્રા તાલુકાના વડાલા ખાતે ખાનગી એસઈઝેડને મંજૂરી અપાઈ છે. આ સાથે કચ્છમાં સરકારી અને ખાનગી સહિત 3 એસઈઝેડ થતાં કચ્છમાં નિકાસને પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીનું પ્રમાણ પણ વધશે. 1965માં સ્થપાયેલા દેશના પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્રનો 700 એકરમાં આરંભ કરાયો હતો.


comments powered by Disqus