કસ્ટમે અમદાવાદ એરપોર્ટથી રૂ. 11 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત

Wednesday 01st July 2026 05:34 EDT
 
 

અમદાવાદઃ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે 28 જૂને બેંગકોકથી આવેલા જૂનાગઢના એક શખ્સને રૂ. 11 કરોડના હાઇડ્રોપોનિક ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ તેની બેગમાં સિલ્વર રંગના 5 પોલિથીન પેકેટમાં આ નશીલો પદાર્થ છુપાવ્યો હતો.
આ સફળ ઓપરેશનમાં કસ્ટમ્સના એક વર્ષના સ્નિફર ડોગે તેના પ્રથમ કેસમાં જ કમાલ કરી બતાવીને કરોડો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો પકડી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના પગલે એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ 28 જૂને ફ્લાઇટ નંબર TG-343 દ્વારા બેંગકોકથી આવેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. મુસાફરની ચેકઇન કરેલી ટ્રોલી બેગની સંપૂર્ણ તપાસના પરિણામે સામાનની
અંદર છુપાયેલા લીલા રંગના છોડના પદાર્થો ધરાવતા 5 સિલ્વર પોલિથીન પેકેટ મળી આવ્યાં હતાં.


comments powered by Disqus