ચાંગાઃ ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજિકલ સાયન્સીસનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રીતુ વાર્ષણેયને ગુજરાત અને ભારત સરકાર તરફથી રૂ. 65 લાખથી વધુની બે રિસર્ચ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. આ ગ્રાન્ટ્સ અલ્ઝાઇમર, ડાયાબિટીસ, પાર્કિન્સન તથા વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા રોગોના અભ્યાસ અને સંભવિત સારવાર વિકસાવવા ઉપયોગમાં લેવાશે. ગુજરાત સ્ટેટ બાયો ટેક્નોલોજી મિશન દ્વારા ડો. રીતુને વાર્ષણેયને રૂ. 59.70 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.

