નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિને સેવાકીય કાર્યક્રમો

Wednesday 01st July 2026 06:00 EDT
 
 

કડીઃ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના 71મા જન્મદિવસ નિમિત્તે કડીમાં સેવાભાવી કાર્યક્રમોની હારમાળા વચ્ચે કડીના સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પ અને રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ રાજેશભાઈ શુક્લના સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, સામાજિક આગેવાનો, સંત-મહંતો અને રાજકીય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી અને નીતિનભાઈ પટેલના વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં લાંબા સમય સુધી ટકી રહી પ્રજાની વચ્ચે લોકપ્રિયતા જાળવવી મોટી સિદ્ધિ છે. કડીના સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ કડી ટાઉનહોલ ઉપરાંત અયોધ્યા રામજી મંદિર, ગાયત્રી મંદિર અને બહુચર માતાજી મંદિર ખાતે કાર્યક્રમો યોજાયા હતા.


comments powered by Disqus