રાજકોટઃ 23 અને 24 ફેબ્રુઆરીએ રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં સતત બે દિવસ અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન કરાયું હતું. આ અંગે મનપાના અધિકારીઓએ વાહવાહી તો મેળવી લીધી, પરંતુ રૂ. 27 લાખના ભોજનનું બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાતાં ભારે વિવાદ સર્જાયો હતો. ભોજનના બિલ અંગે વિવાદ છેડાતાં ભ્રષ્ટાચાર સામે આવવાના ડરે કોર્પોરેશનના અધિકારીઓએ રૂ. 12 લાખનું મિનરલ વોટરનું બિલ જ સામેલ ના કરી, તેને પાછલા બારણે પાસ કરવાનો કારસો ઘડ્યો હતો.

