પાલનપુરની માત્ર આઠ વર્ષની નિક્ષા બારોટે માઉન્ટ એવરેસ્ટ બેઝકેમ્પ ટ્રેક માત્ર 7 દિવસમાં પૂર્ણ કરી અસાધારણ સિદ્ધિ મેળવી છે. 16 મેએ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ ટ્રેકિંગની શરૂઆત થઈ હતી અને 22 મેએ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચી હતી. આ દરમિયાન તેને અતિશય ઠંડી, ઓક્સિજનનું ઓછું પ્રમાણ જેવા ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. નિક્ષાએ બેઝકેમ્પ પર પહોંચી રાષ્ટ્રગાન ગાઈને હાજર લોકોમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.

