વડોદરાઃ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું લાંબા સમયથી હૃદયરોગની બીમારીના કારણે 80 વર્ષની વયે અવસાન થયું. તબિયત નાદુરસ્ત જણાતાં જ તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર માટે ખસેડાયા હતા.
23 જુલાઈ 1946ના રોજ જન્મેલા યોગેશ પટેલના અવસાનથી ફરી એકવખત ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. તેઓ 1990થી આજપર્યંત સતત 8 ટર્મ અજેય રહ્યા છે. તેમની પક્ષ પ્રત્યે કર્તવ્યનિષ્ઠાને ધ્યાને લઈ રૂપાણી સરકારમાં તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચે અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જો કે 5 મેએ પેટાચૂંટણીના પરિણામો બાદ તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ હતી. આમ સભ્ય સંખ્યા 182 થઈ ગઈ હતી. જો કે 27 દિવસમાં જ ફરી વિધાનસભા ખંડિત થઈ ગઈ છે.

