આણંદઃ વિદેશમાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ વચ્ચે બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડાના નિયાગ્રામાં ચાકુ મારીને હત્યા કરી દેવાઈ. વિધિ છેલ્લાં 4 વર્ષથી નિયાગ્રામાં રહી કાયદાનો અભ્યાસ કરવાની સાથે નોકરી પણ કરતી હતી. આ સિવાય તે કેનેડામાં પીઆરની તૈયારી પણ કરી રહી હતી.
માહિતી મુજબ 15 મેએ હુમલાખોરે રોકડ રકમની લૂંટ કરવાના ઇરાદે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે વિધિનું ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ તેને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાના સમાચાર મળતાં પરિવાર અને બોરસદમાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલામાં એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

