અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોણા ત્રણ વર્ષ બાદ તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 સાહેદ તપાસવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અને હાઇકોર્ટે તથ્યના જામીન ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. 9 લોકોનો ભોગ લેનારા તથ્ય અંગે સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, તથ્ય હજુ સુધી દોષિત ઠર્યો નથી. ગુજરાત સરકારના વકીલે પ્રતિ મૃતક વ્યક્તિ દીઠ રૂ. 10 લાખની રકમ જણાવી હતી, જેમાં તથ્યના વકીલ સહમત થતાં સુપ્રીમ કોર્ટે રૂ. 1 કરોડ જમા કરાવવા નિર્દેશ આપ્યો છે.

